અરુણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગમાં એક અંગ્રેજી માધ્યમ શાળામાં ૨૨ વિદ્યાર્થીઓના જાતીય શોષણનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્કૂલના વોર્ડન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને શાળાને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે એક એસઆઇટીની રચના કરવામાં આવી છે.સાંગો ઇંÂગ્લશ મીડિયમ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જાતીય શોષણની તપાસ એસઆઇટી એ શરૂ કરી દીધી છે.એસઆઇટીએ સ્કૂલ પરિસરની મુલાકાત લીધી. તપાસ દરમિયાન, ટીમે સ્કૂલમાંથી ઘણા દસ્તાવેજા જપ્ત કર્યા. તેણે ડિજિટલ પુરાવા પણ એકત્રિત કર્યા, જે તપાસ માટે ફોરેન્સિક ટીમને મોકલવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યા વધી શકે છે.૨૯ ઓક્ટોબરે આ કેસમાં સૌપ્રથમ એક વાલીએ મેબો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વાલીની ફરિયાદ બાદ, પોલીસે તપાસ શરૂ કરી અને વોર્ડન, હેન જાહ્ન્‌સન વાઇફેની જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા હેઠળ ધરપકડ કરી. તપાસ બાદ, વધુ વિદ્યાર્થીઓના માતા-પિતા આગળ આવ્યા અને ફરિયાદો નોંધાવી. માતા-પિતાએ જણાવ્યું હતું કે શાળાના આચાર્ય, હોઈનુ વાઇફે અને એકાઉન્ટન્ટ, નિઆંગડોઇટિંગ વાઇફેએ કેસ છુપાવવામાં અને રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવામાં ભૂમિકા ભજવી હતી. વાલીઓની ફરિયાદ બાદ, ૩૦ ઓક્ટોબરના રોજ આચાર્ય અને એકાઉન્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી. પીડિતો માટે એક ખાસ મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં, ૨૨ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવી છે, અને પીડિતોની સંખ્યા વધવાની ધારણા છે.