આંધ્રપ્રદેશના વિજયવાડાથી વિશાખાપટ્ટનમ્ જતું વાહન પલટી જતા સ્થાનિક લોકોએ જાયું કે આ વાહનમાં રોકડા રૂપિયા ભરેલા સાત બોક્સ છે. જા કે લોકો આટલા બધા પૈસા જાઈ નવાઈ પામ્યા હતા.
છતાં લોકોએ પૈસા અંગેની સૂચના સ્થાનિક પોલીસને આપી હતી. જેથી સમગ્ર બાબતની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવી અને આખો મામલો સંભાળી લીધો હતો. રોકડ રૂપિયા ભરેલા વાહનચાલકને ઈજા થતા તેને સારવાર માટે ગોપાલપુરમ્ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જા કે ચૂંટણી પહેલાં કરોડો રૂપિયા આમ જાહેરમાં મળી આવતા લોકોમાં ચર્ચા કરતા જાવા મળ્યાં હતા.
આ આખા મામલાની સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સીએચ રામા રાવે જાણકારી આપી હતી. તેમને કહ્યું કે વીરાવલ્લી ટોલપ્લાઝા પાસે ચૂનો ભરેલી બોરિયોની નીચે રોકડ સંતાડી હતી. આની જાણ થતા એક ટ્રકે પાછળ આવતા વાહનને ટક્કર મારતા વાહન પલટી ગયું જેથી આ દુર્ઘટના પછી રોકડ ભરેલા બોક્સ મળી આવ્યાં હતાં. વધુમાં જાણકારી આપતા સબ ડિવિઝનલ ઓફિસરે જણાવ્યું કે રોકડ ભરેલું વાહન હૈદ્રાબાદના નચારામથી મંડાપેટા તરફ જઈ રહ્યું હતું. રોકડ ભરેલા બોક્સ ચૂનાની બોરિઓની નીચે મુકેલા હતા. આ સાત બોક્સ હતા. અને દરેક બોક્સમાં એક કરોડ રૂપિયા હતા. વાહનના ડ્રાયવરને પગમાં ફ્રેકચર અને આંખે ઈજા થતા પોલીસે તેની ધરપકડ કરતા પહેલા તેની સારવાર માટે હોસ્પિટલ ખસેડી દીધો હતો.
પોલીસે આ સમગ્ર મુદ્દે આઈપીસીના કલમ-૩૩૮ હેઠળ કેસ નોંધી રોકડ નાણાંને ઈન્કમટેક્સ વિભાગને સોંપી દીધા છે. ત્યારબાદ પોલીસે રોકડ નાણાં ક્યાંથી આવ્યા અને આની પાછળ કયાં લોકો છે તેની તપાસ કરી છે. આંધ્રપ્રદેશની ૨૫ લોકસભા બેઠક પર વિધાનસભા ચૂંટણીની સાથે ૧૩મેના રોજ ચૂંટણી યોજાવાની છે.