ધારી તાલુકાના ડાભાળી જીરા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તથા રાષ્ટ્રીય છાત્ર પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વી પરિષદની આગામી પર્વને ધ્યાને લઈને રાષ્ટ્રીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અમરેલી જિલ્લામાં વીર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા દરેક તાલુકા અને ગામડામાં લગભગ ૧૯પ મંદિરેથી કાઢવામાં આવશે. તેમજ ગામો ગામ દરેક નાના મોટા મંદિરોમાં હનુમાન ચાલીસા સાપ્તાહિક કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં કુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમમાં બજરંગ દળ દ્વારા એક કરોડ લોકોને ભોજન મળે અને બે કરોડ લોકોને ચા-પાણીના નાસ્તાની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મહાનુભવો અને આગેવાનો જેવા કે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા અને સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ તેમજ અમરેલી જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈની સોલંકીની ઉપÂસ્થતિમાં અમરેલી જિલ્લાના વિવિધ આયામોના પદાધિકારી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા કાર્યકારી અધ્યક્ષ તરીકે જીલુભાઈ વાળા, મહામંત્રી એમ.એમ. પટેલ અને રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા અધ્યક્ષ તરીકે મજબુતસિંહ બસિયા, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ ઉદયસિંહ રાજપુત, મહામંત્રી રણજીતભાઈ ડાભી, મહામંત્રી જીગ્નેશભાઈ કયાડા અને મંત્રી રમેશભાઈ વેકરીયા, મંત્રી વિપુલભાઈ ગજેરાની નિમણૂંક કરવામાં આવી હતી. ઉપરાંત ધારી તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે રઘુભાઈ વાળાની નિમણૂંક કરવામાં આવી હતી. આગામી દિવસોમાં આવનાર પર્વ નવરાત્રીમાં દુર્ગાપૂજા, કન્યા પૂજા અને શસ્ત્રપૂજન કાર્યક્રમ તેમજ દિવાળીમાં આજુબાજુ ગામોમાં અને વિસ્તારમાં ગરીબ બાળકોને કપડા અને મીઠાઈ અને જરૂરી વસ્તુઓ આપવા માટે ડો. પ્રવીણભાઈ તોગડીયા દ્વારા હિન્દુ પરિષદના સ્વયંસેવકોને તથા પદાધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.