આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સોમવારના રોજ સૌરાષ્ટ્ર પ્રાંતની ગૂગલ મીટીંગ યોજાઇ હતી. જેમાં પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા, રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, રાષ્ટ્રીય મંત્રી માલાબેન રાવલનું માર્ગદર્શન મળ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં આગામી દિવસમાં વ્યક્તિગત નવા હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાની સમિતિ, શહેરની સમિતિ અને ગ્રામ્ય સમિતિનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.







































