આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-અમરેલી દ્વારા ધંધુકામાં ધર્મેશ ભરવાડની પાકિસ્તાની ઝેહાદી આતંકીઓ દ્વારા હત્યાના વિરોધમાં આરોપીઓને ફાંસી આપવા અને ગુજરાતનાં હિન્દુઓને સુરક્ષા આપવા બાબત જિલ્લા કલેકટરના માધ્યમથી ગૃહ મંત્રી ગુજરાત સરકાર અને ગૃહમંત્રી ભારત સરકારને પત્ર લખી માગણી કરી છે. પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, ધંધુકામાં ધર્મેશ ગમારા ભરવાડની પાકિસ્તાની જેહાદી આતંકીઓ દ્વારા તા.૧૮.૦૪.૨૦૨૬ ના રોજ નિર્મમ હત્યા કરાયેલ છે. આ પહેલા જેહાદી આતંકી તત્વો દ્રારા ધંધુકામાં જ કિશન ભરવાડની હત્યા કરાયેલ હતી. છેલ્લા ૧૦ વર્ષોમાં ધંધુકામાં હિંદુઓની હત્યાની આ પાંચમી ઘટના છે. ગુજરાત સહિત ભારતમાં પાકીસ્તાની જેહાદી આતંકવાદીઓ દ્રારા આજે પણ હિંદૂઓનો નરસંહાર થઇ રહેલ છે, હિંદુઓની જાન માલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. સરકાર દ્વારા આવા તત્વો સામે દાખલારૂપ પગલા લઇને કાયદાનું ભાન કરાવવુ જોઇએ. પરિષદની માગણી છે કે, પાકિસ્તાની જેહાદી તત્વોનો સમગ્ર ગુજરાતમાં આર્થિક બહિષ્કાર કરવામાં આવે, ધર્મેશ ભરવાડના હત્યારાને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તાત્કાલિક ફાંસી આપવામાં આવે, ગુજરાતમાં રહેતા પાકિસ્તાની જેહાદી તત્વોની બેનામી અને ગેરકાયદેની મિલકતો જપ્ત કરવામાં આવે.