સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આણંદથી અલ્ફાઝ હનીફ અઝીઝ મેમણની ધરપકડ કરવામાં આવી છે.અગાઉ ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ સાથે અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો.તે અગાઉ ધરપકડ કરાયેલા આરોપી દાનિશ સુલેમાન દંત્રેલિયા સાથે મળીને કમિશનના બદલામાં ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો.
હનીફ અઝીઝે ગેરકાયદેસર રીતે બે ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલ્યા હતા. આ ઉપરાંત, લગભગ એક અઠવાડિયા પહેલા, તેણે અમદાવાદ એરપોર્ટથી ત્રણ અન્ય ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે બેંગકોક મોકલ્યા હતા. જાકે, આ રેકેટનો પર્દાફાશ થયા પછી અને સમાચાર માધ્યમોમાં આવ્યા પછી, આ ત્રણ નાગરિકો બેંગકોકથી ભારત પાછા ફર્યા.
આરોપીઓ ભારતના વિવિધ રાજ્યોના લોકોને લાલચ આપીને તેમની જાળમાં ફસાવતા હતા. આ રીતે, તેઓ વિદેશમાં સારી નોકરીઓની લાલચ આપીને લોકોને ફસાવતા હતા. આણંદથી અલ્ફાઝ હનીફ અઝીઝ મેમણની ધરપકડ કરવામાં આવી છે. વધુ એક આરોપીની ધરપકડ સાથે, આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો ખુલવાની શક્યતા છે.