રાજુલાના સાંજણાવાવ ગામે આંગણવાડી વર્કરની આબરૂ લેવાની કોશિશ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે પરિણીતાએ પોપટભાઈ પોલાભાઈ જોગરાણા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ આંગણવાડી નંબર-૨માં હાજર હતા ત્યારે આરોપીએ આવી તેમનો હાથ પકડી, ઢસડીને આંગણવાડીના રસોડામાં લઈ ગયો હતો. તેમની આબરૂ લેવાના ઈરાદે છાતી પર હાથ મુકતાં તેમણે રાડા રાડ કરવા લાગતાં આરોપી નાસી ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ એલ ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.








































