રાજ્યભરમાં આંગડિયા પેઢીમાં સીઆઇડી ક્રાઈમની તપાસ આજે પણ યથાવત છે. વાત જાણે એમ છે કે, સીઆઇડી ક્રાઇમની ટીમને તપાસ દરમિયાન કરોડોના વ્યવહારો મળી આવ્યા છે. આંગડિયાની ૧૨ પેઢીની અલગ અલગ ઓફિસોમાં સીઆઇડી ક્રાઈમ તપાસ કરી રહી છે. વિગતો મુજબ સીઆઇડી ક્રાઈમની તપાસમાં અત્યાર સુધી ૧૮ કરોડ ૧૯ લાખની રોકડ, ૧ કિલો સોનું, ૬૬ મોબાઇલ સહિત મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે ૭૫ લાખનું વિદેશી ચલણ પણ તપાસ દરમિયાન મળી આવ્યું છે.
ગુજરાતભરની આંગડિયા પેઢીમાં હાલ સીઆઇડી ક્રાઈમની તપાસ ચાલી રહી છે. હજી આજે પણ અનેક આંગડિયા પેઢીમાં સીઆઇડી ક્રાઈમની તપાસ ચાલી રહી છે. વિગતો મુજબ સીઆઇડી ક્રાઈમે પીએમ આંગડિયા, ૐસ્ આંગડિયા, દ્ગઇ આંગડિયામાં તપાસ હાથ ધરી છે.
આ દરમિયાન સીઆઇડી ક્રાઈમની ટીમને પ્રાઈમ એન્ટરપ્રાઈઝ, વી પટેલ નામની આંગડિયા પેઢીમાં તપાસમાં દુબઈ સાથેના કરોડોના આંગડિયાના વ્યવહારો મળી આવ્યા છે. હવે આ સમગ્ર મામલે આંગડિયા પેઢીના સંચાલકો સહીત ૧૦ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે. મહત્વનું છે કે સીઆઇડી સાથે આઇટી અને ઈડી પણ તપાસ કરી રહી છે.