રાજુલાના કડીયાળી ગામે એક યુવકને ગાળો બોલી અહીંયા કેમ આંટા ફેરા મારે છે તેમ કહી લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. બનાવ સંદર્ભે ભીમજીભાઈ ઉર્ફે ભીખાભાઈ બાવભાઈ ખુમાણ (ઉ.વ.૩૮)એ ખીમજીભાઇ કરશનભાઇ ધાખડા, હરેશભાઇ ખીમજીભાઇ ધાખડા તથા મણિબેન ખીમજીભાઇ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ ખેતરેથી ઘરે આવતા આરોપીના ઘર પાસે પહોંચતા ખીમજીભાઇ ધાખડાને સારૂ નહોતું લાગ્યું. તેમને ગાળો આપી અહીં આટા-ફેરા કેમ મારે છે તેમ કહી લોંખડના પાઇપ વડે સાથળના ભાગે માર્યો હતો. અન્ય આરોપીએ લોખંડના પાઇપ વડે શરીરે આડેધડ મુઢ માર માર્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનની હેડ કોન્સ્ટેબલ જી બી ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.