સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કરુણ સમાચાર સામે આવ્યા છે. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત લથડ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે. બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની છેલ્લા બે દિવસથી સારવાર ચાલી રહી હતી. જેથી આ બેઠકની ચૂંટણી મોકુફ રહે તેવા સંજાગો ઉભા થયા છે.
સુરતના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ રાઠોડની બે દિવસ પહેલા તબિયત બગડી હતી. કોંગ્રેસના ઉમેદવાર પ્રચારથી પરત ફર્યા બાદ પ્રેશર અને સુગર લો થઈ ગઈ હતી. જે બાદ તેમને પ્રથમ સુરતની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટીન્ટલેટર પર રાખવામાં આવ્યા હતા. જાકે, સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. સાબરકાંઠા જિલ્લાની વિજયનતર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠકનાં ભાજપનાં ઉમેદવારનું બીમારીને કારણે અચાનક મોત નીપજ્યું છે. જેથી આ બેઠકની ચૂંટણી મોકુફ રહે તેવા સંજાગો ઉભા થયા છે. ગુરુવારે સાંજે ચિતરીયા બેઠકના ભાજપના ઉમેદવાર લીનાબેન નિનામાની તબિયત અચાનક લથડી હતી. તેણીને સારવાર માટે અરવલ્લીના ભિલોડા ખાતે આવેલી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું અવસાન થયું હતું. લીનાબેન નિનામા આ વિસ્તારના મજબૂત મહિલા આગેવાન તરીકે જાણીતા હતા. સ્થાનિક ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે.







































