આજે અષાઢી બીજ દરમિયાન ભગવાન જગન્નાથની યાત્રા અમરેલી શહેરમાંથી નીકળવાની હોય એ અનુસંધાને અમરેલી સીટી પીઆઈ એ.એમ. પરમાર દ્વારા લોકદરબાર યોજાયો હતો. લોકદરબારમાં અમરેલી શહેરમાં ટ્રાફિક અવેરનેસ માર્ગ સુરક્ષા વ્યાજ વટાવ, સાઇબર ક્રાઇમના ફ્રોડ વિશે માહિતી આપવામાં આવી હતી. રવિવારના રોજ અષાઢી બીજ દરમિયાન ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન કોઈ અનિચ્છીય ઘટના ન બને એ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.