કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોતમભાઇ રૂપાલા અને ઇફકો ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયાની આગેવાનીમાં પ્રતાપપરા ગ્રામ પંચાયત સતત પાંચમી વખત બિનહરીફ થતા આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રતાપપરામાં અવિરત થતા વિકાસ કાર્યો, લોકોનો પરસ્પર ભાવ અને સહકારથી ગુણવંતભાઇ સાવલીયા આ વર્ષે પણ બિનહરીફ ચૂંટાઇ આવ્યા આવ્યા છે. ગ્રામ પંચાયતના તમામ સભ્યો રાજુભાઇ કાથરોટીયા, નિલેશભાઇ સાવલીયા, ભાનુબેન, રાજીબેન મકવાણા, મેઘાબેન ત્રાડ અને મનુભાઇ પંચાળા પણ બિનહરીફ ચૂંટાયા છે.અશ્વિનભાઇ સાવલીયા, સરપંચ ગુણવંતભાઇ સાવલીયા અને ચૂંટાયેલ તમામ સભ્યોએ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.