દિલ્હીની એક ખાસ કોર્ટે અલ-ફલાહ ગ્રુપના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીને ૧૩ દિવસના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કસ્ટડીમાં મોકલ્યા છે. એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાને મધ્યરાત્રિ પછી તેમના ચેમ્બરમાં સુનાવણી બાદ આ આદેશ આપ્યો.
અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપકને રાત્રે ૧૧:૦૦ વાગ્યે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજ શીતલ ચૌધરી પ્રધાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રિમાન્ડ ઓર્ડરમાં, કોર્ટે જણાવ્યું હતું કે સિદ્દીકી પર મોટા પાયે છેતરપિંડી, ખોટા માન્યતા દાવા અને અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત ભંડોળના ટ્રાન્સફર સંબંધિત મની લોન્ડરિંગનો આરોપ લગાવવા માટે પૂરતા કારણો છે.
ઈડીએ ૧૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ પીએમએલએની કલમ ૧૯ હેઠળ સિદ્દીકીની ધરપકડ કરી હતી. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે તપાસ તેના પ્રારંભિક તબક્કામાં છે અને ગુના સાથે વધુ કડીઓ શોધવા, ગુનાહિત રીતે મેળવેલી સંપત્તિનો નાશ અટકાવવા અને સાક્ષીઓ પર દબાણ લાવવા અથવા પુરાવાનો નાશ કરવાની શક્યતાને દૂર કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે.
કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા નાણાકીય વિશ્લેષણ મુજબ, અલ-ફલાહ સંસ્થાએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૪-૨૫ વચ્ચે ટ્યુશન ફી અને અન્ય આવકમાંથી આશરે ૪૧૫.૧૦ કરોડની કમાણી કરી હતી. ઈડીનો દાવો છે કે આ રકમ ગુનામાંથી મળેલી રકમ છે, કારણ કે યુનિવર્સિટીએ આ સમયગાળા દરમિયાન તેની માન્યતા અને કાનૂની સ્થિતિને ખોટી રીતે જાહેર કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે આ પૈસા સીધા છેતરપિંડી, બનાવટી અને બનાવટી દસ્તાવેજાના ઉપયોગ દ્વારા મેળવવામાં આવ્યા હતા, જે પીએમએલએ શેડ્યૂલ હેઠળ સૂચિબદ્ધ ગુના છે. તેથી, કસ્ટોડિયલ પૂછપરછ વાજબી હતી. જવાદ અહેમદ સિદ્દીકી હવે ૧૩ દિવસ માટે ઈડી કસ્ટડીમાં રહેશે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીના સ્થાપક જવાદ અહેમદની ધરપકડ કરી છે, જેની લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં તપાસ ચાલી રહી હતી. ઈડી સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્દીકીની મની લોન્ડરિંગના ગંભીર આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે એજન્સી દ્વારા યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલા આશરે ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ પહેલા, ઈડ્ઢ એ તેમની વિરુદ્ધ નોંધપાત્ર પુરાવા એકઠા કર્યા હતા.
લાલ કિલ્લાનો કાર બોમ્બ વિસ્ફોટ કેસ આ યુનિવર્સિટી સાથે જાડાયેલો છે. વિસ્ફોટ કરનાર ડા. ઉમર નબી યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે સંકળાયેલા હતા. વધુમાં, વ્હાઇટ-કોલર આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા ઘણા વ્યક્તિઓ આ સંસ્થા સાથે જાડાયેલા છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટોની તપાસ આગળ વધતાં, યુનિવર્સિટી પણ તપાસ હેઠળ આવી છે. યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારોની તપાસ બાદ, ઈડ્ઢ એ હવે તેના સ્થાપક જાવેદ સિદ્દીકીની ધરપકડ કરી છે. ઈડ્ઢ એ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરાયેલી બે હ્લૈંઇના આધારે આ તપાસ શરૂ કરી છે.







































