સંધ્યા થિયેટરમાં નાસભાગ બાદ અલ્લુ અર્જુનની ધરપકડ ૧૪ દિવસના રિમાન્ડ પર કરવામાં આવી હતી. આખી રાત જેલમાં વિતાવ્યા બાદ સવારે તે જેલમાંથી મુક્ત થયો હતો. ચંચલગુડા જેલ છોડ્યા બાદ તે ઓફિસ ગયો અને પછી તેના ઘરે ગયો અને પરિવારને મળ્યો હતો
અલ્લુ અર્જુનની મોડી સાંજે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન અલ્લુ અર્જુન ઘરે કોફી પી રહ્યો હતો. તેની ધરપકડ કરીને જેલમાં લઈ જવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનને જેલમાં કેદી નંબર પણ આપવામાં આવ્યો હતો. કેદી નંબર ૭૬૯૭ દ્વારા તેની ઓળખ થઈ હતી. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અલ્લુ અર્જુનને મંજીર બેરેકના ક્લાસ-૧ રૂમમાં રાખવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં પણ નોંધવામાં આવી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ અલ્લુ અર્જુન પોતાના ઘરે પહોંચતા પહેલા ગીતા આર્ટસની ઓફિસે ગયો હતો. ત્યાંથી તે જુબિલી હિલ્સ સ્થિત પોતાના ઘર અલ્લુ ગાર્ડન પહોંચ્યો. અહીં તેઓ તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. આ પછી તેના મિત્રો અને ઘણા સ્ટાર્સ તેને મળવા આવી રહ્યા છે.
અલ્લુ અર્જુનની પત્ની સ્નેહા રેડ્ડીએ તેના પતિનું ઘરે સ્વાગત કર્યું. મહિલાના મૃત્યુના સંબંધમાં તે આખી રાત જેલમાં રહ્યો. સ્નેહાને છૂટા થયાના સમાચાર મળતા જ ઘરની બહાર તેના પતિની રાહ જાઈ રહી હતી. તેની સાથે તેના બાળકો પણ જાવા મળ્યા હતા. અર્જુન તેની નજીક આવ્યો કે તરત જ સ્નેહાએ તેને જારથી ગળે લગાડ્યો. પતિને મળ્યા બાદ તે પણ ભાવુક થઈ ગઈ હતી.
એક દિવસ જેલમાં રહ્યા બાદ તે શનિવારે સવારે ઘરે પહોંચ્યો બાદ તેના નજીકના મિત્ર વિજય દેવરાકોંડા તેને મળવા તેના ઘરે પહોંચ્યો હતો તેના ઘરે લોકોની મુલાકાત લેવાનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો અલ્લુ અર્જુનને ઘરે જાઈને વિજયનો ચહેરો ચમકી ગયો. મિત્રને જાઈને તે ભાવુક થઈ ગયો. વિજયે અલ્લુને જાતાં જ તેને ગળે લગાડ્યો. બંને લાંબા સમય સુધી ગળે વળગી રહ્યાં. એવું લાગતું હતું કે વિજય દેવરાકોંડા અલ્લુ અર્જુન જેલમાં જવાથી ખૂબ જ દુઃખી છે.
અલ્લુ અર્જુનને મળ્યા પછી, વિજય અલ્લુ અર્જુનના પિતા સહિત દેવેરાકોંડા પરિવારના બાકીના લોકોને મળ્યો. આ પછી અલ્લુ અર્જુન અને વિજય દેવરાકોંડા એક સાથે બેઠા અને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. અલ્લુ વિજયને કંઈક કહેતો જાવા મળ્યો, એવું લાગી રહ્યું હતું કે તે ગઈકાલની આખી ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. વિજય પણ અલ્લુ અર્જુનની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો.
વિજય દેવરાકોંડા બાદ ચિરંજીવીની પત્ની અને અલ્લુ અર્જુનની કાકી સુરેખા પણ તેને મળવા ઘરે પહોંચી હતી . તેણે અલ્લુ અર્જુનને પણ ગળે લગાવ્યો. અલ્લુ લાંબા સમય સુધી અર્જુન સાથે પ્રેમથી વાત કરતો રહ્યો. સુરેખાએ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ સાથે પણ વાત કરી.
વિજય દેવેરાકોંડા ઉપરાંત સાઉથના ફેમસ એક્ટર નાગા ચૈતન્ય અને રાણા દગ્ગુબાતી પણ અલ્લુ અર્જુનને મળવા પહોંચ્યા હતા. આ બંને અલ્લુ અર્જુનના સારા મિત્રો પણ છે. નાગા ચૈતન્યએ અલ્લુને ગળે લગાવ્યો, જ્યારે અલ્લુ અર્જુન રાણાનો હાથ પકડીને લાંબા સમય સુધી ઊભો રહ્યો. આ ઉપરાંત અલ્લુ અર્જુન રાણા સાથે હસતો અને મજાક કરતો જાવા મળ્યો હતો.