અલ્ટ્રાટેક GCWના CSR વિભાગ દ્વારા યુવાનો અને વિદ્યાર્થીઓને કૌશલ્ય અને શૈક્ષણિક બાબતોમાં પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ નિમિત્તે કરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા, લોઠપુર ખાતે યોજાયો હતો. લોઠપુર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ રમેશભાઈના આયોજન હેઠળ, ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને BRC ટીમ તથા CSR ટીમ દ્વારા કારકિર્દી સંબંધિત વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સત્રમાં સરકાર દ્વારા ચાલતા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત,ITI, સેવિંગ ટેકનોલોજી અને એગ્રીકલ્ચર જેવા વિષયો પર કૌશલ્ય પ્રાપ્ત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે (FH-HR) અજય વૈશમ્પાયન, સિક્યુરિટી એડમિન હેડ રીતોબન ચૌધરી, CSR ટીમ લીડ દેવેન્દ્ર સિંહ અને ઉધ્ધવી પરિખ તથા ઈશા દેસાઈનો સફળ પ્રયાસ રહ્યો હતો.