અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયાના સીએસઆર વિભાગ દ્વારા આંગણવાડી ટીચર, સહાયિકા, આશાવર્કર, હેલ્થ વર્કર્સ, આંગણવાડી સુપરવાઇઝર્સ, ડોક્ટરો વગેરે માટે આરોગ્ય તથા પોષણના ક્ષેત્રમાં ઉમદા કામગીરી કરવા બદલ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કંપનીના એડમીન ડિપાર્ટમેન્ટના અધિકારી ભરતકુમાર પટેલ, દિનેશ પાંડે, સંતોષસિંઘ તથા જીસીડબલ્યુ મેડિકલ ડિપાર્ટમેન્ટના ડો. દાદુભાઇ સોલંકી, હેલ્થ ઓફિસર હસુબેન પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.