અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્ક્સના ઝ્રજીઇ વિભાગ દ્વારા ગત ૨૦ જૂનના રોજ સરકારી માધ્યમિક શાળા મોટા લોઠપુરમાં ધોરણ ૯-૧૦ની ૪૪ કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ કિશોરીઓના સ્વાસ્થ્ય, ખાસ કરીને એનિમિયા અંગે જાગૃતિ લાવવાનો અને તેમના સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમો યોજવાનો હતો.
ટેસ્ટીંગ દરમિયાન ૧૨ કિશોરીઓમાં એનિમિયાનું નિદાન થયું હતું. તેમને ડો.
કૃતિકાબેન ઉપાધ્યાય (ય્ઝ્રઉ મેડિકલ ટીમ) અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતિબેન વાઘેલા દ્વારા યોગ્ય આહાર અને આરોગ્યની જાળવણી અંગે સલાહ આપવામાં આવી હતી. તેમને આયર્ન ટેબ્લેટ્સ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ રમેશભાઈ વસ્તનપરા, પ્રિન્સિપાલ, સરકારી માધ્યમિક શાળા મોટા લોઠપુર અને ય્ઝ્રજીઇ ટીમના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.