અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે એબીએસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોને વિવિધ વૃક્ષો અને વનસ્પતિઓના ઉપયોગ અને જૈવિક ખેતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ કેમ્પમાં સંસ્કૃતિ સાથે જાડાયેલ વિવિધ કળાને પ્રેકટીકલ તથા થીયરીની સમજ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અતિ સુંદર કલાત્મક આર્ટના નમૂના બનાવવામાં આવ્યા હતા. સાથે સાથે પીપીટી તથા બાયોડાયવર્સિટી અંગે માર્ગદર્શન તથા સંરક્ષણ અને સંવર્ધન અંતર્ગત પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય સ્વચ્છ ભારત અભિયાન અંગે માહિતી અને સેલ્ફ ડિસીપ્લીન કેળવવી વગેરે સાથે વિવિધ રમતો અને ગમ્મત સાથે Âક્વઝ વગેરે પણ યોજાયા હતા. આ કેમ્પનું આયોજન યુનિટ હેડ સંભવ શ્રીવાસ્તવના માર્ગદર્શનમાં કરવામાં આવ્યુ હતું અને સંચાલન એબીએસ સ્કૂલના આર્ટ ટીચર અમીત જાશી દ્વારા કરવામાં આવ્યું હતું.