અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કોવાયા સ્થિત પ્લાન્ટમાં આજે વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં કંપનીના કર્મચારીઓએ હવન, યજ્ઞ, મહાપ્રસાદ અને આરતીનો લાભ લીધો. સવારે વિશ્વકર્માજીની મૂર્તિ શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્થાપન કરવામાં આવી અને ત્યારબાદ કર્મચારીઓની હાજરીમાં હવન-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બપોરે મહા આરતી યોજાઈ અને સાંજે હવન પૂર્ણાહુતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અલ્ટ્રાટેક કંપનીના યુનિટ હેડ સંભવ શ્રીવાસ્તવ સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજા-અર્ચના શાસ્ત્રોક્ત વિધિથી ભાવિનભાઈ તથા ભાવેશભાઈ શાસ્ત્રી દ્વારા કરાવવામાં આવી હતી.