(એ.આર.એલ),અલીગઢ,તા.૧
ખેરના અલીગઢ-પલવલ રોડ પર અનાજ બજારની સામે આજે વહેલી સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં દિલ્હી તરફથી આવી રહેલી હાઇસ્પીડ ઇકો કાર કેન્ટર સાથે અથડાઇ હતી. આ ભયાનક અકસ્માતમાં કાર ચાલક સહિત ૫ લોકોના મોત થયા હતા. જ્યારે ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકો પીલીભીતના છે. મૃતકોની ઓળખ પીલીભીતના સેહરામાઉ નોર્થ ગામના વિપિન (ઉ.વ.૩૫), લલતા (ઉ.વ.૩૬), અર્જુન (ઉ.વ.૨૫) અને હરિઓમ (ઉ.વ.૨૭) તરીકે થઈ છે. જ્યારે ડ્રાઈવરની ઓળખ થઈ શકી નથી. ઈજાગ્રસ્તોમાં તે જ ગામના રામુ (ઉ.વ.૩૬), વિમલેશ (ઉ.વ.૨૮), રામકુમાર (ઉ.વ.૪૦), મુનીષ (ઉ.વ.૨૨) ઉપરાંત ખેરી જિલ્લાના પાલિયા વિસ્તારના નાગલા ગામના અનંતરામ (ઉ.વ.૩૫)નો સમાવેશ થાય છે. તેને જિલ્લા હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો છે.