એક તરફ સમગ્ર ભારતમાં ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા ગુજરાત સહિતમાં આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાવનગર અલંગ શિપ બ્રેક્રિંગ યાર્ડ વિસ્તારમાં અમૂક તત્વો દ્વારા જાહેરમાં કચરો ફેકી નિયમોનો ઉલાળીયો કરાઈ રહ્યો છે અને બીજી તરફ એજ કચરો ગાય માતા આરોગી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે સમાજ સેવક સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત તા.૧૭ને શુક્રવારના રોજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે મહાકાળી માતાજીના મંદિર નજીક કોઈએ જાહેરમાં ખુજલી (કચરો) નાખી સળગાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ત્યાં પસાર થઈ રહેલ ગૌ માતા તે ખાઈ રહી હોવાના દ્રશ્યો જાવા મળ્યા હતા. આ ખુજલી ખાવાથી અલંગ-સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં ગાય માતાઓના કરૂણ મોત થયા હોવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ જાહેરમાં કચરો ફેંકતા અને બાળતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સમાજ સેવક ગોહિલે માંગ કરી છે.