(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૨
ભારતીય ટીમ આ સમયે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં બંને ટીમો વચ્ચે ચાર મેચની ટી૨૦ સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝના પ્રથમ મુકાબલો ટીમ ઈÂન્ડયાએ પોતાના નામે કર્યો હતો. તો સિરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ જીત મેળવી હતી. હવે આ સિરીઝમાં બંને ટીમો ૧-૧થી બરોબરી પર છે. આ સિરીઝમાં અર્શદીપ સિંહ પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની શાનદાર તક છે. અર્શદીપ સિંહે આ રેકોર્ડ હાસિલ કરવા માટે થોડી વિકેટની જરૂર છે. જે તે સિરીઝની બાકી મેચોમાં કરી શકે છે.
ટીમ ઈÂન્ડયાના સ્ટાર ટી૨૦ બોલર અર્શદીપ સિંહે જ્યારથી ડેબ્યૂ કર્યું છે ત્યારથી તે સારી બોલિંગ કરી રહ્યો છે. અર્શદીપ સિંહ આ શ્રેણી દરમિયાન મોટી સિદ્ધિ મેળવી શકે છે. જા અર્શદીપ સિંહ શ્રેણીની બાકીની બે મેચોમાં ૮ વિકેટ લે છે તો તે ્૨૦ ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.
અર્શદીપ સિંહે ટીમ ઈÂન્ડયા માટે રમતા ૫૮ ટી૨૦ આંતરરાષ્ટÙીય મેચમાં કુલ ૮૯ વિકેટ ઝડપી છે. અર્શદીપ સિંહે વર્ષ ૨૦૨૨માં ભારત માટે પર્દાપણ કર્યું હતું. તેણે ૨૦૨૨માં ૩૩ વિકેટ, વર્ષ ૨૦૨૩માં ૩૬ વિકેટ અને વર્ષ ૨૦૨૪માં અત્યાર સુધી ૩૦ વિકેટ લીધી છે. અર્શદીપ હજુ આઠ વિકેટ ઝડપે તો તે યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દેશે. ચહલના નામે ટી૨૦માં ૯૬ વિકેટ છે.
ભારત માટે ટી૨૦ આંતરરાષ્ટÙીયમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
યુઝવેન્દ્ર ચહલ – ૯૬ વિકેટ
ભુવનેશ્વર કુમાર – ૯૦ વિકેટ
જસપ્રીત બુમરાહ – ૮૯ વિકેટ
અર્શદીપ સિંહ – ૮૯ વિકેટ
હાર્દિક પંડ્યા – ૮૭ વિકેટ
અર્શદીપ સિંહે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી૨૦ સિરીઝમાં ખાસ પ્રદર્શન કર્યું હતું. તેણે સિરીઝના પ્રથમ મુકાબલામાં ત્રણ ઓવરમાં ૨૫ રન આપી એક વિકેટ લીધી હતી. તો બીજી મેચમાં તેણે નિરાશ કર્યાં હતા. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૪૧ રન આપી માત્ર એક વિકેટ લીધી હતી.