અર્જુન રામપાલનું નામ સિનેમાના એવા સ્ટાર્સમાં સામેલ છે જેમણે મોડલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અર્જુન પર અચાનક એક ફેશન ડિઝાઈનરની નજર પડી અને તે પછી તેનું જીવન એવું બદલાઈ ગયું કે તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.અર્જુન રામપાલનો જન્મદિવસ ૨૬ નવેમ્બરે છે. અર્જુનના જન્મદિવસ પર અમે તમને તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો જણાવીએ છીએ. અર્જુન રામપાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૭૨ના રોજ જબલપુરમાં થયો હતો. અર્જુન એક સૈન્ય પરિવારમાંથી આવે છે. અર્જુને પ્રારંભિક શિક્ષણ એ જ શાળામાં લીધું હતું જ્યાં તેની માતા ભણાવતી હતી. આ પછી અર્જુને આગળનો અભ્યાસ દિલ્હીની હિન્દુ કોલેજમાંથી કર્યો. એકવાર અર્જુન દિલ્હીમાં એક હાઈપ્રોફાઈલ પાર્ટીમાં ગયો હતો, તે જ દિવસે તેનું નસીબ ચમકવાનું હતું. ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બલની નજર અર્જુન પર પડી અને ત્યાંથી અર્જુને મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો. ટૂંક સમયમાં જ રોહિતની મદદથી અર્જુન મોડલિંગ ઈન્ડસ્ટ્રીનો ચમકતો સ્ટાર બની ગયો. અર્જુને વર્ષ ૧૯૯૪માં સોસાયટી ફેસ ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો હતો. મોડલિંગની દુનિયામાં ખ્યાતિ મેળવ્યા બાદ અર્જુને ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. અર્જુનની પહેલી ફિલ્મ પ્યાર ઈશ્ક ઔર મોહબ્બત હતી જે વર્ષ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. અર્જુનની ડેબ્યુ ફિલ્મથી જ વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારબાદ તેને ફિલ્મફેર એવોર્ડ્‌સમાં બેસ્ટ મેલ ડેબ્યુ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યો હતો. શરુઆતમાં અર્જુનની ઘણી ફિલ્મો કમાલ કરી શકી ન હતી, ત્યારબાદ અર્જુને ફિલ્મ ડોનથી જોર પકડ્યું હતું. અર્જુનની હિટ ફિલ્મોમાં રોક ઓન, રાજનીતિ’નો સમાવેશ થાય છે. અર્જુને ૧૯૯૮માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. અર્જુન અને મહેરની બે પુત્રીઓ છે. જોકે હવે બંને અલગ થઈ ગયા છે. મેહરથી અલગ થયા બાદ અર્જુન રામપાલ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે રિલેશનશિપમાં છે. અર્જુનને ગ્રેબીએલાથી એક પુત્ર પણ છે.