ભારતના અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ શનિવારે સવારે ૫ઃ૩૫, ૫૫ સેકન્ડે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જણાવ્યું હતું કે આ ભૂકંપ અરુણાચલ પ્રદેશના કી પન્યોરમાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશઃ ૨૭.૫૬ ઉત્તર, રેખાંશઃ ૯૩.૫૫ પૂર્વ છે. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિલોમીટર નીચે નોંધાઈ છે.
અગાઉ ૨૮ જુલાઈના રોજ સાંજે ૬:૩૬ વાગ્યે તિરાપ જિલ્લામાં ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ૭ કિમીની ઊંડાઈએ હતું. ૨૭ જુલાઈના રોજ રાજ્યના બિચોમમાં ભૂકંપ આવ્યો હતો. ૨૭ જુલાઈના રોજ રાત્રે ૧૧:૪૩ વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૨.૮ નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર ૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.










































