ભાજપના વરિષ્ઠ નેતા અને હાલમાં સરકાર સામે બગાવતના મૂડમાં દેખાતા ડો.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે, મને અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ તાપિર ગાઓએ કહ્યુ છે કે, ચીને અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરી છે.તેમણે મને કહ્યુ હતુ કે, અરુણાચલના લોકો ઈચ્છે છે કે હું(ડો.સ્વામી) મારુ ધ્યાન અરુણાચલ પ્રદેશ પર પણ આપુ.ચીનની સેનાએ મેકમોહન લાઈન કોર્સ કરીને રાજ્યમાં ત્રણ જગ્યાએ ઘૂસણખોરી કરી છે.હું બહુ જલ્દી અરુણાચલ પ્રદેશ જઈશ.
દરમિયાન હવે તાપિર ગાઓએ કહ્યુ છે કે, હું બે ડિસેમ્બરે સંસદના સેન્ટ્રલ હોલમાં ડો.સુબ્રમણ્યમ સ્વામીને મળ્યો હતો.તેમણે મને ચીનની ઘૂસણખોરી અંગે પૂછ્યુ હતુ અને મેં તેમને કહ્યુ હતુ કે, ૧૯૬૨માં ચીને બે થી ત્રણ જગ્યાએ ઘૂસણખોરી કરીને આ જગ્યા પર કબ્જા કરી લીધો હતો.ત્યારે કોંગ્રેસનુ શાસન હતુ.જાકે તાજેતરમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી.મોદી સરકારના આવ્યા બાદ ચીને કોઈ જગ્યા પર કબ્જા કર્યો નથી.ડો.સ્વામીએ મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કર્યુ છે.