દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ માટે નવા ઘરની શોધ પૂરી થઈ ગઈ છે. તેઓ એક-બે દિવસમાં સીએમ આવાસ ખાલી કરશે. આમ આદમી પાર્ટી સાથે જાડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ માટે ઘર ફાઈનલ થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલ તેમના પરિવાર સાથે નવી દિલ્હી વિધાનસભામાં રહેશે.
તાજેતરમાં જંતર-મંતર પર જનસભાને સંબોધિત કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે નવરાત્રિ આવતાં જ હું ઘરની બહાર નીકળી જઈશ. થોડા દિવસોમાં હું મુખ્યમંત્રીનું નિવાસસ્થાન ખાલી કરી દઈશ, આજે મારી પાસે દિલ્હીમાં રહેવા માટે ઘર પણ નથી. મેં દસ વર્ષમાં તમારા આશીર્વાદ જ કમાયા છે. સીએમ બન્યાના ૧૦ વર્ષ પછી પણ તેમની પાસે દિલ્હીમાં પોતાનું એક પણ ઘર નથી.
અરવિંદ કેજરીવાલે ૧૭ સપ્ટેમ્બરે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. દિલ્હીના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ ઈમાનદાર હોવાનો ચુકાદો નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યપ્રધાનની ખુરશી પર બેસી શકશે નહીં. દિલ્હીની જનતાના આદેશ બાદ જ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે