દિલ્હી સરકારે ઓમિક્રોન ટેસ્ટિંગ પર અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં વધી રહેલા ઓમિક્રોન કેસની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવી જાહેરાત કરી કે દિલ્હીમાં કોરોનાના નવા દરેક દર્દીનો ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવશે. કેજરીવાલની જાહેરાત અનુસાર, દિલ્હીમાં હવે જે પણ કોરોના પોઝિટીવ નીકળશે તેમનો ફરજિયાત ઓમિક્રોન ટેસ્ટ કરવામાં આવશે.
સીએમ કેજરીવાલે બૂસ્ટર ડોઝ માટે કેન્દ્ર સરકારની મંજૂરી માગી છે. કેજરીવાલે કહ્યું કે રાજધાનીમાં કોવિડના જેટલા પણ પોઝિટીવ કેસ આવી રહ્યાં છે તેમના તમામ સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવશે. અત્યાર સુધી ફક્ત એરપોર્ટ પર જ પોઝિટીવ કેસના સેમ્પલ જિનોમ સિકન્વસિંગ માટે મોકલાતા હતા. કેજરીવાલે એવું પણ કહ્યું કે ૨૩ ડિસેમ્બરે હોમ આઈસોલેશન મેનેજમેન્ટ પર હાઈ લેવલ મીટિંગ થશે. કારણ કે ઓમિક્રોનમાં હોમ આઈસોલેશન મોડલની ઘણી જરુર હશે.
દેશમાં આજે જ્યારે ઓમિક્રોનની દહેશત વધી રહી છે અને કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તેનું કડકાઈથી ટેસ્ટિંગ કરવાની ખરી જરુર આવી છે. કોરોનાના દરેક દર્દીનો ઓમિક્રોન ટેસ્ટ કરાવવાનો કેજરીવાનો નિર્ણય ગુજરાત સહિત બીજા રાજ્યોએ પણ અપનાવવા જેવો છે. તોજ ઓમિક્રોનને અટકાવી શકાશે.
દિલ્હીની એલએનજેપી હોસ્પિટલના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે ઓમીક્રોનના ૨૦ દર્દીઓમાંથી ૧૮ દર્દીઓ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા. જ્યારે બીજા બે દર્દીઓ એક એક ડોઝ લઇ ચૂક્યા હતા છતાં તેમનામાં આઅ વેરિયન્ટ જાવા મળ્યો હતો. જા કે સારી બાબત એ છે કે આ કેસોમાં ગંભીર લક્ષણો હજુ સુધી દેખાયા નથી.