ગુજરાત વિધાનસભા ની ચૂંટણી વહેલી યોજાવવા ની શક્યતાઓ વચ્ચે બીજેપી ગુજરાત નો ગઢ જાળવી રાખવા માટે રણનીતિ બનાવી દીધી છે..જેના ભાગ રૂપે કોંગ્રેસ ના મજબૂત ગણાતા ધારાસભ્યો ,સિનિયર આગેવાનો ,કાર્યકરો ને બીજેપી માં જાડવા માટે નો ટાસ્ક સિનિયર નેતાઓ ને જવાબદારી સોંપી દેવાઈ છે. અરવલ્લી કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે,
હાલ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધીના લીધે કોંગ્રેસના અનેક ધારાસભ્ય , કોર્પોરેટર સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. કોંગ્રેસની હાલત એક સાંધો તેર તૂટે જેવી થઇ છે. સ્વ.અનિલ જાષીયારાના પુત્ર કેવલ જાષીયારા ભાજપમાં જાડાવવાના સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસના
દિગ્ગજ નેતા સ્વ.અનિલ જાષીયારાના પુત્ર કેવલ જાષીયારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયો પહેરેશ. તેઓ ૫ હજાર કાર્યકરો સાથે ભાજપમાં જાડાશે. કેવલ જાષીયારા ૨૪ મેના રોજ ભાજપમાં જાડાશે.