કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને બાગાયતી પાકોના સંગ્રહ માટે ખાનગી કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે સહાય આપવામાં આવે છે. જેના ભાગરૂપે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૨૪ કરોડની સહાય ચૂકવાઇ છે.
વિધાનસભા ખાતે અરવલ્લી અને સાબરકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી ખાબડે કહ્યું કે, આ બંને જિલ્લામાં બાગાયતી ખાતાની સહાયથી અરવલ્લી જિલ્લામાં ૫૦ તથા સાબરકાંઠા જિલ્લામાં ૪૯ મળી કુલ ૯૯ ખાનગી કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે. જેમાં છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લાને રૂ.૧૯,૯૯,૬૦,૦૦૦/- તથા સાબરકાંઠા જિલ્લામાં રૂ.૨૪,૦૦,૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.