ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન થયું હતું આ દરમિયાન અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષક દિનેશભાઇ પરમારનું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં તેઓ ફરજ બજોવતા હતા ત્યારે હાર્ટ અટેક આવતાં તેમનું નિધન થયું છે.તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજોવતા હતા. શિક્ષકને રાત્રી દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેમાં તેમને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી પરતું તેમનું પાણ પંખેરું ઉડી ગયું હતું, સમગ્ર મામલે પોલીસને જોણ થતા શામળાજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દનેશભાઇ પરમારને ફરજ દરમિયાન મતદાન મથક પર હાર્ટઅટેક આવતા તેમની તબિયત લથડી હતી જેથી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. પરંતુ તેમને બચાવી શક્યા ન હતા. તેમનું મોત થઇ જતાં મતદાન કેન્દ્ર અને સાથી કર્મીઓમાં તથા તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.ગુજરાતમાં આજે ૮૬૯૦ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજોઈ છે જેમાં કુલ ૧,૧૯,૯૮૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.આ ચૂંટણીમાંમંગળવાર ૨૧ ડિસેમ્બરે મત ગણતરી થશે.