અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં ત્રણ ગઠિયાઓએ એક વૃદ્ધાને વિશ્વાસમાં લઈ તેમના અંદાજે ૧ કિલો ચાંદીના કડલા પડાવી લીધા હતા. આ આઘાતમાં વૃદ્ધાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. જાકે, આ ગંભીર ગુનાનો અરવલ્લી ર્જીંય્ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. બે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓ દેવાભાઈ ઉર્ફે ભાટિયા ધીરાભાઈ સલાટ અને દિલીપભાઈ મોહનભાઈ સલાટ મોડાસાના જ રહેવાસી છે. આ બંનેએ ભેગા મળીને માલપુર વિસ્તારના ઉભરાણ ગામે એક વૃદ્ધાને પોતાની વાતોમાં ભોળવી, તેમની પાસે રહેલા બે નંગ ચાંદીના કડલા, જેની કિંમત અંદાજે ૨,૫૦,૦૦૦ રૂપિયા હતી, તે લૂંટીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જાતા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચનાથી ર્જીંય્ પોલીસ સક્રિય થઈ હતી. આ દરમિયાન પી.બી. ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી કે, આરોપીઓ તેમની ય્ત્ન ૩૧ છમ્ ૫૪૮૦ નંબરની અક્ટ્ટિવા લઈ મોડાસાના સર્વોદયનગર ડુંગરી પાસેથી પસાર થવાના છે. પોલીસે વોચ ગોઠવી નાકાબંધી કરી અને આ બંને રીઢા ગુનેગારોને મુદ્દામાલ સાથે દબોચી લીધા.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૨,૫૦,૦૦૦ની કિંમતના ૧ કિલો ચાંદીના કડલા, રૂ. ૫૦,૦૦૦ ની અક્ટ્ટિવા એમ કુલ ૩,૦૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ ટોળકીમાં ત્રીજા આરોપી અર્જુન ઉર્ફે અજય રાઠોડ પણ સામેલ હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે.