અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પર દર્દનાક ઘટના બની છે. એમ્બ્યુલન્સમાં આગ લાગતા ૪ લોકોના જીવ હોમાયા છે. એક દિવસનું બાળક, પિતા સહિત કુલ ૪ લોકોના કરૂણ મોત આગમાં થયા છે. મૃતકોમાં ડાક્ટર રાજ અને ભાવિકા નામની નર્સ પણ સામેલ છે. મહીસાગર જિલ્લામાં રહેતી મહિલાની મોડાસામાં પ્રસુતિ થઈ હતી. જાકે નવજાત બાળકની તબિયત ખરાબ હોવાના કારણે તેને સારવાર માટે અમદાવાદ લઈ જવાની ફરજ પડી હતી. પરિવાર અને ડાક્ટર અમદાવાદની જ ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં બાળકને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. જેમાં મૃતક નર્સ ભાવિકા પણ ઓરેન્જ હોસ્પિટલની જ કર્મચારી હતી.મૃતકોના નામ  ડોક્ટર રાજ રેંટિયા (હિંમતનગર),ભાવિકા મનાત (નર્સ) અમદાવાદ ઓરેન્જ હોસ્પિટલ ,એક દિવસનું નવજાત બાળક , બાળકના પિતા નવજાત બાળકને મોડાસાથી અમદાવાદ લઈ જતા હતા, ત્યારે સારવાર માટે અમદાવાદ લઈ જતી વખતે આ ઘટના બની હતી. અચાનક ચાલુ કારમાં જ આગ લાગી ગઈ હતી. અરવલ્લીના મોડાસાના રાણાસૈયદ ચોકડી પાસે ચાર લોકો આગમાં ભડથું થયા હતા. એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર, નર્સ અને નવજાત બાળક અને તેના પિતાનું મોત નિપજ્યું છે. જાકે, એમ્બ્યુલન્સમાં આગળ બેઠેલા ચાલક અને બાળકના સબંધીનો બચાવ થયો છે. બંને ઘાયલ લોકો હાલ સારવાર હેઠળ છે. મોડાસા પાલિકાની ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. જાકે, સમગ્ર એમ્બ્યુલન્સ આગમાં બળીને ભડથુ થઈ ગઈ હતી. મોડાસાના રાણાસૈયદ પાસે એમ્બ્યુલન્સમાં આગના સીસીટીવી સામે આવ્યા છે. અચાનક ચાલુ કારે આગ લાગી હતી, જે સીસીટીવીમાં જાઈ શકાય છે. પેટ્રોલ પંપની સામે લાગેલી આગને કાબૂમાં લેવાઈ હતી.મહીસાગર જિલ્લાનો પરિવારની મહિલાની મોડાસામાં પ્રસૂતિ થઈ હતી. પ્રસૂતિ બાદ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ મોકલાઈ રહ્યું હતું. એમ્બ્યુલન્સમાં રહેલા એક ડોક્ટર નર્સ, બાળકના પિતા અને નવજાત શિશુ આગમાં ભડથું થઈ ગયા છે. તો સ્થાનિક પોલીસે અન્ય બે લોકોને સારવાર માટે ખસેડ્યા