ચોમાસું કેવું રહે તેનું અનુમાન અલગ-અલગ રીતે લગાવાતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણ થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસાનું અનુમાન લગાવાતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોકવાયકા એટલે કે ટીટોડીના ઈંડા ક્યા મુક્યા, તેના પરથી ચોમાસું કેવું રહેશે, તેનું અનુમાન લગાવાતું હોય છે ત્યારે અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મુક્યા છે. હુંડિયાના વાવેતરમાં ત્રણ ઈંડા મુક્યા છે. નોંધનીય છે કે, ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતીપાક સારો થવાની માન્યતા છે. ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા ખેડૂતોમાં ખુશી છે.
ટીટોડી કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે અને તે જગ્યા સૂકું તળાવ કે નદી છે અથવા ઈંડાની સંખ્યા કેટલી છે તે મામ બાબતો પરથી ખેડૂતો અને જાણકારો વરસાદનું અનુમાન કરે છે. ટીટોડી જમીન પર કેટલી ઊંચાઈએ ઈંડા મૂકે છે, ઈંડાની સંખ્યા કેટલી છે તે તમામ બાબતો પરથી વરસાદનું અનુમાન કરવામાં આવે છે. જા ટીટોડી ચારથી વધુ ઈંડા મૂકે કે વધુ ઊંચાઈ પર ઈંડા મૂકે તો વધુ વરસાદ થવાની સંભાવનાઓ છે. જા ત્રણ ઈંડા મૂકે અને નીચાણવાળી જગ્યા પર ઈંડા મુક્યા હોય તો એવું માનવામાં આવે છે કે વધુ વરસાદ નથી.
આપણે ટીટોડીએ ઈંડા ક્યાં મુક્યા તેના પરથી તારણ લગાવતા હોય છે. પરંતુ ટીટોડી અષાઢ મહિનામાં ઈંડા મૂકે તો મહત્વનું છે. જા ટીટોડી ચાર ઈંડા મૂકે તો તેના પરથી તેવું નક્કી થાય છે કે વરસાદ ચારેય માસ સારો થશે. જા એક ઈંડુ મૂકે તો અષાઢમાં વરસાદ, બે ઈંડા મૂકે તો શ્રાવણ માસમાં વરસાદ, ત્રણ ઈંડા મૂકે તો ભાદરવા મહિનામાં વરસાદ અને ચાર ઈંડા મૂકે તો ચારેય મહિના વરસાદ આવે છે.
જાકે ટિટોડી ઈંડા અષાઢ મહિનામાં મૂકે તેમજ ચાર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય છે. ઈંડાની અણીઓ નીચે રહે તો સારો વરસાદ થાય છે. ટિટોડી ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો ચોમાસું ભરપૂર રહે છે. ઈંડા નીચે મૂકે તો ચોમાસું નબળું રહે છે. સૂકા તળાવ વચ્ચે ઈંડા મૂકે તો ચોમાસું નબળું રહે છે.
જા કે પક્ષીઓને દુકાળ પડવાનો હોય ખબર પડી જતી હોય છે. ટિટોડી ઈંડા ઓછા મૂકે છે કારણ કે તે સંવેદનશીલ પક્ષીઓ છે અને તેમને ખ્યાલ આવી જતો હોય છે. પક્ષીઓની ચેષ્ટા, અવાજ, માળા બાંધવાની ક્રિયા પણ ખૂબ જ મહત્વની રહેતી હોય છે.








































