મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એક સમયે બોલિવૂડના સૌથી ગ્લેમરસ અને સ્ટાઇલિશ કપલ્સમાં ગણાતા હતા. જ્યારે પણ બંને એકસાથે જાવા મળતા ત્યારે તેમની તસવીરો આડેધડ વાયરલ થઈ જતી હતી. અરબાઝ અને મલાઈકાના લગ્ન ૧૯૯૮માં થયા હતા પરંતુ લગ્નના ૧૯ વર્ષ બાદ અરબાઝ અને મલાઈકાએ છૂટાછેડા લઈને તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. બંનેનો એક પુત્ર અરહાન છે જે હાલમાં વિદેશમાં અભ્યાસ કરી રહ્યો છે. હવે મલાઈકા અને અરબાઝ ભાગ્યે જ સાથે જાવા મળે છે. પરંતુ આજે અમે તમને બંનેના સંબંધ દરમિયાનની કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. વાસ્તવમાં, બંને લગ્ન તૂટી ગયાના વર્ષો પહેલા એક ચેટ શોમાં આવ્યા હતા અને આ ચેટ શોમાં તેઓએ એકબીજા સાથે જાડાયેલા ઘણા ખુલાસા કર્યા હતા. બંનેએ પોતાની વચ્ચે કેટલીક ફની વાતો પણ શેર કરી હતી અને એકબીજાની ચીડવનારી આદતોનો પણ ખુલાસો કર્યો હતો. મલાઈકા અરોરાએ શેર કર્યું કે, અરબાઝ ખાનની કઈ આદત તેને સૌથી વધુ હેરાન કરતી હતી. મલાઈકા અરોરાએ અરબાઝ વિશે કહ્યું હતું કે તે ખૂબ જ બેદરકાર વ્યક્તિ છે. તેઓ જ્યાંથી ઘરની ચીજવસ્તુઓ ઉપાડે છે, ત્યાં પાછી મૂકતા નથી અને બીજે વ્યવસ્થિત રાખતા નથી, જેના કારણે તેને ખુબ મુશ્કેલી થતી હતી. તો, તેણે એમ પણ કહ્યું હતું કે, અરબાઝ ખાનની આ આદત સમય સાથે વધી રહી હતી. તો, અરબાઝ ખાને એ પણ કહ્યું હતું કે, મલાઈકાની કઈ આદત તેને પસંદ નથી. અરબાઝ ખાને કહ્યું હતું કે, મલાઈકા ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતી નથી. અરબાઝ ખાને કહ્યું હતું કે, તેને મલાઈકાની આ આદત બિલકુલ પસંદ નથી. હાલના સમયની વાત કરીએ તો અરબાઝ ખાન હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. તો, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર હંમેશા હેડલાઈન્સમાં રહે છે. મલાઈકા મોટાભાગે તેની ફિટનેસ રૂટિન અને શોમાં વ્યસ્ત રહે છે. તેના વર્કઆઉટ અને જિમની તસવીરો દરરોજ વાયરલ થાય છે.