અરણેજ સ્થિત કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મ જયંતી અને સામાજિક સમરસતા દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર જૂનાગઢ અને તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાળાઓને ડા. આંબેડકરના જીવન ચરિત્ર અને તેમના કાર્યોથી વાકેફ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રકાશ જે. મકવાણા, વોર્ડન રંજનબેન પરમાર, સહાયક વોર્ડન વાળા તેમજ શાળાની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.










































