વડીયાના અરજણસુખ ગામે સરપંચની ચૂંટણીમાં રેખાબેન રમેશભાઈ મોવલીયા તથા તેમની પેનલ વિજેતા બનતા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ સંસ્થાના સંતો, તરવડા, જૂનાગઢ, રાજકોટ અને કેશોદ મંદિરથી સાધુ-સંતો આવીને કથાનું રસપાન કરાવી રસોઈ બનાવી હતી. અરજણસુખ ગામના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.