ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. મંદિર નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહના નિર્માણનું કામ શરૂ થયું. સીએમ યોગી આદિત્યનાથે ગર્ભગૃહના નિર્માણ માટે ગર્ભગૃહનો પહેલો પથ્થર મૂક્યો હતો આ સાથે જ ૨૯મી મેથી શરૂ થયેલા સર્વદેવ અનુષ્ઠાનું પણ સમાપન થયું.
સીએમ યોગી આદિત્યનાથ હવે નિર્માણ સ્થળ પાસે બનેલા દ્રવિડ શૈલીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાં અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે આજથી અધિરચનાનું કામ શરૂ થઈ રહ્યું છે. કામ પૂરા કરવા માટે ૩ તબક્કાની સમયમર્યાદા છે. ૨૦૨૩ સુધીમાં ગર્ભગૃહ, ૨૦૨૪ સુધીમાં મંદિર નિર્માણ અને ૨૦૨૫ સુધીમાં મંદિર પરિસરમાં મુખ્ય નિર્માણ થશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે કહ્યું કે છેલ્લા ૫૦૦ વર્ષથી દેશના સાધુ સંત રામ મંદિર આંદોલન ચલાવી રહ્યા હતા. આજે તે તમામ લોકોના હ્રદયને આનંદ થયો હશે. ગર્ભગૃહની આધારશિલા રાખી દીધી છે. ગોરખનાથ પીઠની ત્રણ પેઢી આ મંદિર આંદોલન સાથે જાડાયેલી હતી. વધુમાં કહ્યું કે આજથી શિલાઓ મૂકવાનું કામ શરૂ થઈ જશે. મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર અયોધ્યા ધામમાં તૈયાર થશે એ દિવસ હવે બહુ દુર નથી. આ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. તેમણે કહ્યું કે પીએમ મોદીનું સપનું સાકાર થઈ રહ્યું છે. સત્ય અને ન્યાયના રસ્તે વિજય મળે છે. બે વર્ષ પહેલા મંદિરનું પીએમ મોદીએ ભૂમિ પૂજન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્ર મોદીજીને આશા અને પરિવર્તન લાવવા પ્રધાનમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમણે છેલ્લાં આઠ વર્ષમાં અનેક કામ પુરા કર્યા છે. તેમણે ‘નવા ભારત’ની કલ્પના કરી હતી અને પોતાના વિચારો, કાર્યો અને વિઝન સાથે તેમણે આપણા દેશને વિકાસ અને પ્રગતિના પથ પર આગળ વધાર્યો છે.
તેમનાં પગલાંને પરિણામે ભારતે વૈશ્વિક રાજનીતિમાં શક્તિશાળી સ્થાન ભોગવ્યું છે અને આપણો દેશ ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નું વિઝન સાકાર કરી શક્યો છે. તેની ઝલક તેમના વ્યક્તિત્વ અને સર્જનાત્મકતામાં પણ સ્પષ્ટપણે જાઈ શકાય છે, જેના કારણે ભારત અસાધારણ સમયમાં અશક્યને શક્ય બનાવવામાં સફળ રહ્યું છે. તેઓ ૧૩૫ કરોડ દેશવાસીઓની ભાવનાઓ અને આકાંક્ષાઓ નવા ભારતના નિર્માણમાં પ્રતિબિંબિત થાય એવી ઇચ્છાશક્તિ સાથે આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન આપે છે.
તેમના જન્મથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફર અને લોકસેવક તરીકે પડકારોને અવસરમાં બદલવાની તેમની ક્ષમતા ૧૩૫ કરોડ દેશવાસીઓની ઈચ્છાનો આધાર બની ગઈ છે. જીવનના ગુરુકુળમાં ભણેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાળામાં તાલીમ પામેલા તેઓ પૂજ્ય અટલજીની ભાવનાથી પ્રેરિત છે.
ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે દેશની સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રામ જન્મભૂમિનું નિર્માણ શરૂ થયું છે. રામ જન્મભૂમિ પરિસરમાં પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે. આજે બીજા તબક્કાનું કામ શરૂ થયું છે. આજનો દિવસ રામભક્તો માટે ખુશીનો દિવસ છે. રામભક્તોને શુભેચ્છાઓ. હનુમાનજીની કૃપાથી બધું કામ થઈ રહ્યું છે. હું સૌભાગ્યશાળી છું કે મંદિરના નિર્માણનો સાક્ષી બની રહ્યો છું. રામ મંદિર આંદોલનના સૈનિક તરીકે મને આ મોકો મળ્યો છે. તૈયારીઓ માટે મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયની ટીમે રામ જન્મભૂમિ પરિસરમાં દરેક તૈયારીઓ પૂરી કરી લીધી હતી. કમિશનર નવદીપ રિનવા, જિલ્લાઅધિકારી નીતીશ કુમાર અને આઈજી રેન્જ કેપી સિંહની સાથે એસએસપી અયોધ્યા શૈલેષ પાંડેએ રામ જન્મભૂમિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ સ્થળ પર લગાવેલા ભવ્ય પંડાલ સહિત સમગ્ર પરિસરની તૈયારીઓ ચેક કરી લીધી હતી.
એક હજાર વર્ષ કરતા વધુ સમયથી અસ્તીત્વ ધરાવતા રામ મંદિરના પ્રથમ તબક્કામાં એક તીર્થ સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આશે. તે અંદાજે ૨૫ હજાર તીર્થ યાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. તેને પૂર્વ દિશામાં મંદિર પહોંચવાના રસ્તા બાજુ બનાવવામાં આવશે. રામ મંદિર સિવાય પરિસરમાં ભગવાન વાÂલ્મકી, કેવટ, માતા શબરી, જટાયુ, માતા સીતા, ગણેશ અને શેષાવતાર (લક્ષ્મણ)નું મંદિર પણ બનાવવામાં આવશે. કુલ ૭૦ એકર વિસ્તારની અંદર અને મંદિરની બહારના આસપાસના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરાશે.હાલના સમયે શિલાન્યાસ કર્યા પછી પ્લિંથ સહિત દરેક નાના મોટા કામ એક સાથે ચાલી રહ્યા છે. ગર્ભગૃહોના ચારેય અને પ્લિંથ અને નક્શાદાર ગુલાબી સેન્ડસ્ટોનના બ્લોકની સ્થાપના, પિંડવાડામાં ગુલાબી સેન્ડસ્ટોનનું નકશીકામ, મકરાના માર્બલનું નક્શીકામ અને આરસીસી રિટેનિંગ વોલ નિર્માણ જેવા ઘણાં કામો ચાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યના મંદિરના ગર્ભગૃહ સ્થળ પર ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભૂમિ પૂજા કરીને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. એલએન્ડટીએ ભવિષ્યના મંદિરના પાયા માટે એક ડિઝાઈન પણ રજૂ કરી હતી. તે પ્રમાણે મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.