આતંકી હુમલાનો ડંખ ઝેલી ચૂકેલી કચેરીને ફરી એક વખત બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ગત ૨ જૂનના રોજ પોસ્ટના માધ્યમથી ધમકી ભરેલો પત્ર જિલ્લા કોર્ટના કાર્યાલયમાં મોકલવામાં આવ્યો હતો. આ બાબતે ગોપનીય તપાસ કરી. ધમકી ભરેલો પત્ર જે વ્યક્તિના નામથી મોકલવામાં આવ્યો હતો, તપાસમાં તે નિર્દોષ મળ્યો છે. છતા કોતવાલી નગરમાં અજોણ્યા ઈસમ વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. સિવિલ કોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી વિનય કુમાર તરફથી ફરિયાદ દાખલ કર્યા બાદ તે સંવેદનશીલ પ્રકરણ ઉજોગર થયું.
જોકે કેચેરીની સુરક્ષા પહેલા જ પૂરતી છે, પરંતુ ધમકી ભરેલો પત્ર મળ્યા બાદ દેખરેખ હજુ વધારી દેવામાં આવી છે. કચેરી સાથે સાથે રામનગરીમાં પણ અતિરિક્ત સુરક્ષા અને દેખરેખ રાખવામાં આવી રહી છે. ગત ૨ જૂનના રોજ પુરાકલંદરના રહેવાસી રાશિદ નામથી ધમકી ભરેલો પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્ર મળ્યા બાદ આ બાબતે પોલીસને જોણકારી આપવામાં આવી. કચેરી સાથે જોડાયેલા આ સંવેદનશીલ પ્રકરણને લઈને પોલીસે ગોપનીય રૂપે પત્રની તપાસ કરવી.
તપાસ કરવા પોલીસ જ્યારે દોલતપુર પહોંચી તો રાશિદે જણાવ્યું કે, પત્ર બાબતે તેને કોઈ જોણકારી નથી. ૧૪-૧૫ વર્ષ બાદ રાશિદનો પરિવાર આર્થિક રૂપે નબળો છે. ઘણા ચરણોની પૂછપરછ બાદ પોલીસે જોણ્યું કે, પત્ર લખનારના રૂપમાં રાશિદનું નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. ર્ઝ્રં સિટી શૈલેન્દ્રએ જણાવ્યું કે, અજોણ્યા ઈસમ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. કચેરીની સુરક્ષા પૂરતી છે. પરિસર અને કોર્ટની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉચ્ચાધિકારીઓના માર્ગદર્શનમાં સમય સમય પર તેનું પરીક્ષણ પણ કરવામાં આવે છે.
૨૩ નવેમ્બર ૨૦૦૭મા થયેલા લખનૌ, બનારસ અને ફૈઝાબાદ કચેરીમાં સીરિયલ બ્લાસ્ટ થયો હતો. ફૈઝાબાદ કચેરીમાં થયેલા બ્લાસ્ટમાં એડવોકેટ સહિત ૪ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૪ લોકો ઇજોગ્રસ્ત થયા હતા. કચેરીમાં બે અલગ અલગ સ્થળો પર બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઘટના બાદ જ કચેરીની સુરક્ષા અને દેખરેખની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવી હતી.