રામ મંદિરના નિર્માણને કારણે અયોધ્યાની અર્થવ્યવસ્થા બદલાઈ ગઈ છે. રામનગરીમાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસીઓ અને ભક્તોની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે અને રોજગારની નવી તકો પણ વધી છે. અયોધ્યા ધાર્મિક પર્યટનનું કેન્દ્ર બની રહ્યું છે. આના કારણે, અયોધ્યાની આર્થિક સ્થિતિમાં ફેરફાર થયો છે એટલું જ નહીં પરંતુ સરકારને પણ ફાયદો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારને રામ મંદિરમાંથી ૪૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી, એક વર્ષમાં પાંચ કરોડ ભક્તોએ રામલલાના દર્શન કર્યા છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ની વચ્ચે, રામ મંદિર ટ્રસ્ટે એકલા સરકારને લગભગ ૪૦૦ કરોડનો કર ચૂકવ્યો છે. આમાંથી ૨૭૦ કરોડ રૂપિયા જીએસટીમાંથી છે, બાકીના ૧૩૦ કરોડ રૂપિયા સરકારને અન્ય વિવિધ વસ્તુઓમાં ટેક્સ મળ્યો છે. ચંપત રાયે કહ્યું કે છેલ્લા એક વર્ષમાં ૧૬ કરોડથી વધુ ભક્તો અને પ્રવાસીઓ અયોધ્યા પહોંચ્યા છે. આમાંથી પાંચ કરોડ ભક્તો રામલલાના દરબારમાં હાજર રહ્યા છે.
ચંપત રાયના મતે, CAG અધિકારીઓ ટ્રસ્ટના ખાતા જોવા માટે ઘણી વખત આવે છે. જ્યારે ઝ્રછય્ ના અધિકારીઓ લગભગ છ મહિના પહેલા આવ્યા હતા, ત્યારે અમે તેમને અયોધ્યાનું આર્થિક વિશ્લેષણ કરવાનું કહ્યું હતું. ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધીમાં, સરકારને ૩૯૬.૨૬ કરોડ રૂપિયાનો કર ચૂકવવામાં આવ્યો છે. આ રાઉન્ડ ફિગર ૪૦૦ કરોડ રૂપિયા છે.
ચંપત રાયના મતે, જો આપણે મહાકુંભ ૨૦૨૫ દરમિયાન ૧૫ જોન્યુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધીના ડેટા પર નજર કરીએ તો, દરરોજ ચારથી સાડા ચાર લાખ લોકો દર્શન માટે અયોધ્યા પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન, લગભગ ૧.૫ કરોડ લોકોએ રામલલાના દર્શન કર્યા. કુંભથી અયોધ્યા દરરોજ ૧૦ ટ્રેનો આવતી હતી. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, દરરોજ ચાર હજોર લોકો એક ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચતા હતા. આ રીતે, દરરોજ ૪૦ થી ૫૦ હજોર લોકો ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચતા હતા.