બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ તમિલનાડુ પહોંચ્યા. તમિલનાડુ પહોંચ્યા બાદ ડીએમકેના વડા અને રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેજસ્વી યાદવનું સ્વાગત કર્યું. એમકે સ્ટાલિને સોશિયલ મીડિયા પર તેજસ્વીનું સ્વાગત કરતો ફોટો શેર કર્યો અને લખ્યું, “ભાઈ તેજસ્વી યાદવ, તમિલનાડુમાં આપનું સ્વાગત છે.” મેટ્ટુપલયમમાં, અમે થંથાઈ પેરિયાર અને કર્પૂરી ઠાકુરના વારસાથી પ્રેરિત થઈને સામાજિક ન્યાય માટે એક થઈ રહ્યા છીએ. સાથે મળીને, અમે નફરત પર ખીલતી વિભાજનકારી શક્તિઓને હરાવીશું અને ન્યાયી, અખંડ ભારતનું નિર્માણ કરીશું. ન્યાય માટે એક થઈશું. જીતવા માટે નિર્માણ કરીશું. તમિલનાડુ ૨૩ એપ્રિલે મતદાન કરશે.
ડીએમકે માટે પ્રચાર કરવા માટે તમિલનાડુ પહોંચેલા તેજસ્વી યાદવે કોઈમ્બતુરમાં મહિલા અનામત બિલ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી. બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભામાં બંધારણ (૧૩૧મો સુધારો) બિલ પસાર ન થવા પર કહ્યું કે મહિલા અનામત બિલ પહેલાથી જ પસાર થઈ ગયું છે. સીમાંકન એક અલગ મુદ્દો છે. અમે પહેલા જાતિ વસ્તી ગણતરી ઇચ્છીએ છીએ. ભાજપ જાણતી હતી કે તે પસાર થશે નહીં. તેઓ આ બિલ ફક્ત એ બતાવવા માટે લાવ્યા હતા કે તેઓ મહિલાઓના પક્ષમાં છે, અને અમે નથી, અને તે ખોટું છે.
તેજશ્વી યાદવે પ્રચાર કરતા પહેલા કેરળની પણ મુલાકાત લીધી હતી. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, જ્યારે તેજસ્વીએ રાહુલ ગાંધી સાથે મતદાર અધિકાર યાત્રાનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે એમ.કે. સ્ટાલિન તેમની સાથે જાડાયા હતા. એમ.કે. સ્ટાલિન અને તેજસ્વી પહેલા પણ ઘણી વખત મળ્યા છે. તમિલનાડુ વિધાનસભામાં ૨૩૪ ચૂંટાયેલી બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે, કોઈપણ પક્ષ અથવા જોડાણને ૧૧૮ બેઠકોના જાદુઈ આંકડાની જરૂર છે. ડ્ઢસ્દ્ભ હાલમાં રાજ્યમાં સત્તામાં છે અને એઆઇએડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનનો સામનો કરી રહી છે, જેમાં ભાજપ સહિત અનેક પક્ષો શામેલ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન કોલાથુર વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે.










































