અમે એવી યોજના પર કાર્ય કરી રહ્યાં છે જે હેઠળ સડક બનાવવાના પ્રોજેક્ટના અમલીકરણ માટે સામાન્ય પ્રજો પાસેથી નાણાં લેવામાં આવશે અને તેના બદલામાં રોકાણકારોને વાર્ષિક ૬ ટકા વ્યાજ આપવામાં આવશે તેમ કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
ગડકરીએ જણાવ્યું હતું કે જ્યારે સડક બનાવીશું ત્યારે અમે નાના અને ગરીબ લોકો પાસેથી નાણાં લઇને બનાવીશું. આ માટે અમે તેમને છ ટકાથી વધુ વ્યાજ આપીશું. એટલે કે અમે બેંકોથી વધારે વ્યાજ આપીશું. ગરીબ લોકોને સડક ક્ષેત્રમાં રોકાણ કરાવીશું. આનાથી તેમને વ્યાજ મળશે તથા તેમને રિટર્ન મળશે.
તેમણે જણાવ્યું હતું કે આનો સૌથી મોટો ફાયદો આપણા દેશના સામાન્ય લોકોને થશે અને અમે આ પ્રકારની યોજના બનાવી રહ્યાં છીએ. કારગીલની પાસે જોજિલા સુરંગનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સુરંગના નિર્માણ માટે ચાર વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં અને ૧૧૦૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી.
જેમાં ૫૦૦૦ કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી. હાલમાં શૂન્યથી માઇનસ આઠ ડિગ્રી સેÂલ્સયસ તાપમાન થયા પછી પણ એક હજોર મજૂર સતત કાર્ય કરી રહ્યાં છે. પ્રાથમિક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ સાડા ત્રણ વર્ષમાં પૂર્ણ થવાનો હતો પણ અમે આ પ્રોજેક્ટ ૨૦૨૪ પહેલા પૂર્ણ કરવા માગીએ છીએ.
દેશમાં નેશનલ હાઇવેની કુલ લંબાઇ એપ્રિલ ૨૦૧૪માં લગભગ ૯૧,૨૮૭ કિલોમીટર હતી જે આ વર્ષે નવેમ્બરમાં વધીને ૧,૪૦,૯૩૭ કિમી થઇ ગઇ છે. કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ૨૦૨૧-૨૨ માટે સેન્ટ્રલ રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ(સીઆરઆઇએફ) હેઠળ ૬૦૦ કિમી લંબાઇના ૨૩ પ્રોજેક્ટ માટે ૧૮૧૪.૯૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.