યુએસ ઇમિગ્રેશન સત્તાવાળાઓ,આઇસીઇએ જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ભારતીય વિદ્યાર્થી અને પોસ્ટડોક્ટરલ સંશોધક બદર ખાન સૂરીની અટકાયત કરી છે. હમાસ સાથે કથિત સંબંધોના આરોપમાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે.વર્જિનિયામાં તેમના ઘરની બહાર અટકાયતમાં રાખવામાં આવેલા સુરી પર હમાસને પ્રોત્સાહન આપવાનો અને હમાસના વરિષ્ઠ સલાહકાર સાથે સંબંધ હોવાનો આરોપ છે.
અહેવાલ મુજબ,ડીએચએસ ભાગ્યે જ ઉપયોગમાં લેવાતા ઇમિગ્રેશન કાયદા હેઠળ તેને દેશનિકાલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે જ કાયદો કોલંબિયા યુનિવર્સિટીના મહમૂદ ખલીલને લાગુ કરવામાં આવ્યો છે.સુરીના વકીલે દાવો કર્યો છે કે સરકાર તેમની પત્નીને તેના પેલેસ્ટિનિયન વારસા અને પેલેસ્ટિનિયન અધિકારોના સમર્થનને કારણે નિશાન બનાવી રહી છે.સુરી, જેણે યુએસ નાગરિક સાથે લગ્ન કર્યા છે, તેના વકીલના જણાવ્યા અનુસાર, ઇમિગ્રેશન કોર્ટમાં તારીખની રાહ જાઈ રહ્યો છે.
જ્યોર્જટાઉન યુનિવર્સિટીના સંશોધક સુરીને સોમવારે રાત્રે વર્જિનિયામાં તેના ઘરની બહાર સંઘીય એજન્ટો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેને કહેવામાં આવ્યું હતું કે તેનો વિઝા રદ કરવામાં આવી રહ્યો છે. સૂરીએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા છે. તેમના વકીલના જણાવ્યા અનુસાર, તેઓ ઈમિગ્રેશન કોર્ટમાં તારીખની રાહ જાઈ રહ્યા છે.
સૂરીએ પ્રશાસન પાસે તેમની મુક્તિની માંગ કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમિગ્રેશન કાયદાના ચોક્કસ વિભાગનો ઉપયોગ કર્યો છે જે સેક્રેટરી ઓફ સ્ટેટને યુનાઇટેડ સ્ટેટ્‌સની વિદેશ નીતિ માટે જાખમી ગણાતા બિન-નાગરિકોને દેશનિકાલ કરવાની સત્તા આપે છે.
તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલે ગાઝામાં હુમલા તેજ કર્યા છે અને દરરોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ હુમલા રોકવાના નથી અને હુમલા વચ્ચે જ યુદ્ધવિરામ અંગે હમાસ સાથે વાત કરશે. જા કે હમાસે આ હુમલાની નિંદા કરી છે. આ પહેલા પણ અમેરિકાએ હમાસને સમર્થન કરવાના આરોપમાં એક ભારતીય વિદ્યાર્થીને દેશનિકાલ કરી દીધો છે. જા કે, મહિલાએ કહ્યું કે તેણે પોતાને દેશનિકાલ કર્યો છે. તે અમેરિકામાં પીએચડી કરી રહી હતી.