અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમના પ્રથમ એશિયા પ્રવાસે શુક્રવારે સિઓલ પહોંચ્યા હતા. તે જોપાનની પણ મુલાકાત લેશે. યુક્રેન યુદ્ધ વચ્ચે અમુક ક્ષેત્રો પર આ મુલાકાતની અસર જોવા મળી રહી છે. દક્ષિણ ચીન સાગર ૩૩ લાખ ચો. કિ.મી.નો આ વિસ્તાર અમેરિકા-ચીન વચ્ચે તણાવનું કારણ છે. આશિયાન દેશોના સહયોગથી અમેરિકા અહીં લીડ વધારવાના પ્રયાસ કરી રહ્યું છે.
ચીનના કિનારાથી ફક્ત ૧૭૭ કિ.મી. દૂર તાઇવાન ઊર્જાના દૃષ્ટિકોણથી જોપાન જેવા અનેક દેશો માટે મહ¥વપૂર્ણ છે. બાઈડેન તેમના આશ્વાસન સાથે આ પ્રવાસ પર એશિયાઈ દેશો તથા તાઇવાનને ચીનથી બચાવવાનો પ્રયાસ કરશે.
૨૦૧૭થી રેકોર્ડ પરમાણુ પરીક્ષણ અને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની વાતચીતના પ્રયાસ નિષ્ફળ રહ્યા. બાઈડેનથી આશા છે કે તે ઉ.કોરિયાના સંકટને દ.કોરિયા અને જોપાનની મદદથી ઘટાશે.