(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૨૧
અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશો આ દિવસોમાં આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. એશિયા અને યુરોપમાં ગરમીના કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સાઉદી અરેબિયામાં તાપમાન ૫૧ ડિગ્રી સેલ્સયસથી વધુ રહ્યું. બુધવારે ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું.
આ સમયગાળા દરમિયાન ન્યૂયોર્ક શહેરમાં ડૂબી જવાથી ૨૧ લોકોના મોત થયા હતા. આમાં પુખ્ત વયના અને બાળકો બંનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જાકે તેઓને તરવું આવડતું નહોતું, પરંતુ ગરમીને કારણે તેઓ બેચેન થઈ ગયા હતા અને ગરમીમાંથી રાહત મેળવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા.ગરમીથી રાહત મેળવવા લોકોએ મોડીરાત સુધી ખુલ્લા રહેતા પુલનો સહારો લીધો હતો.આ પહેલા ૧૯૩૬માં અમેરિકામાં ભારે ગરમી પડી હતી. ત્યારપછી ઈલિનોઈસમાં તાપમાન ૩૭.૭ ડિગ્રી અને નોર્થ ડકોટામાં ૪૮.૮ ડિગ્રી સેલ્સયસ પર પહોંચી ગયું અને તેના કારણે લગભગ ૫,૦૦૦ લોકોના મોત થયા.અમેરિકાના હવામાન વિભાગે ફીનિક્સ સહિત અનેક વિસ્તારોમાં તાપમાન ૪૫.૫ ડિગ્રી સેલ્સયસ સુધી પહોંચવાની આગાહી કરી છે. બીજી તરફ, સર્બિયાના હવામાનશાઓએ કહ્યું છે કે આ સપ્તાહમાં ૪૦ ડિગ્રી સેલ્સયસની આસપાસ તાપમાન નોંધાશે. આરોગ્ય અધિકારીઓએ રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને ગરમીમાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. બેલગ્રેડમાં પણ સ્થતિ ખરાબ છે. ગરમીના કારણે હોસ્પટલોમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.