(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૩૧
એરક્રાફ્ટની અછતને કારણે આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત અને અમેરિકા વચ્ચે એર ઇન્ડિયાની લગભગ ૬૦ ફ્લાઈટ્સ રદ રહેશે. જે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે તેમાં સાન ફ્રાન્સિસ્કો અને શિકાગોની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.એર ઇન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવશે, પરંતુ તેમની ચોક્કસ સંખ્યા અને ગંતવ્ય વિશે માહિતી આપી નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું કે ૧૫ નવેમ્બરથી ૩૧ ડિસેમ્બર વચ્ચે સાન ફ્રાÂન્સસ્કો, વોશિંગ્ટન, શિકાગો, નેવાર્ક અને ન્યૂયોર્કની લગભગ ૬૦ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
જેમાં દિલ્હી-શિકાગો વચ્ચેની ૧૪ ફ્લાઈટ્સ, દિલ્હી-વોશિંગ્ટન વચ્ચેની ૨૮ ફ્લાઈટ્સ, દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો વચ્ચેની ૧૨ ફ્લાઈટ્સ, મુંબઈ-ન્યૂયોર્ક વચ્ચેની ચાર ફ્લાઈટ્સ અને દિલ્હી-નેવાર્ક વચ્ચેની બે ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘એર ઇન્ડિયા એમઆરઓ (મેન્ટેનન્સ, રિપેર, ઓવરહોલ) ઓપરેટર પાસેથી જાળવણી માટે એરક્રાફ્ટ મેળવવામાં વિલંબનો સામનો કરી રહી છે. આ સિવાય તેના કેટલાક વાઈડ બોડી એરક્રાફ્ટ ટેકનીકલ સમસ્યાઓના કારણે ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે વિમાનોની અછત છે અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે.
એર ઈÂન્ડયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત ગ્રાહકોને જાણ કરવામાં આવી છે અને તે જ દિવસે અથવા આગામી દિવસોમાં કાર્યરત અન્ય એર ઇન્ડિયા ગ્રૂપની ફ્લાઈટ્સ પર મફત ફેરફાર અથવા સંપૂર્ણ રિફંડની ઓફર કરવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એમઆરઓ ઓપરેટર પાસેથી જાળવણી માટે વિમાન મેળવવામાં વિલંબનો સામનો કરી રહી છે. ત્યાર બાદ તેના કેટલાક વાઈડ બોડી એરક્રાફ્ટ પણ ટેકનીકલ સમસ્યાના કારણે ગ્રાઉન્ડ થઈ ગયા છે. જેના કારણે એરક્રાફ્ટની અછત ઉભી થઈ અને પરિણામે ફ્લાઈટ કેન્સલ થઈ.
એરલાઈને જણાવ્યું હતું કે ભારે જાળવણી અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને કારણે કેટલાક વિમાનોના વિલંબને કારણે ઓપરેશનલ ફ્લીટમાં અસ્થાયી ઘટાડો થયો હતો, એર ઇન્ડિયાને અફસોસ છે કે હવે અને ડિસેમ્બરના અંત વચ્ચે કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા હાલમાં દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે, જ્યારે દિલ્હી-જેએફકે (ન્યૂયોર્ક) અને મુંબઈ જેએફકે રૂટ પર દર અઠવાડિયે સાત ફ્લાઈટ્સ છે. દિલ્હી-શિકાગો રૂટ પર પણ, એરલાઇન દર અઠવાડિયે સાત ફ્લાઇટ્સ ચલાવે છે.