યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કામચલાઉ યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી આજે સ્થાનિક શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો જાવા મળ્યો. બુધવારે, બીએસઇ સેન્સેક્સ ૨,૯૪૬.૩૨ પોઈન્ટ (૩.૯૫ ટકા) વધીને ૭૭,૫૬૨.૯૦ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૮૭૩.૭૦ પોઈન્ટ (૩.૭૮ ટકા) વધીને ૨૩,૯૯૭.૩૫ પર બંધ થયો. મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સંપૂર્ણ યુદ્ધની ઘોષણા કરી. જાકે, અન્ય દેશોના હસ્તક્ષેપ બાદ, ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવાની તેમની યોજનાને અસ્થાયી રૂપે રોકવાનો નિર્ણય લીધો.
સપ્તાહના ત્રીજા દિવસે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૭ લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીના ત્રણ લાલ નિશાનમાં બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી ૪૧ લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે બાકીની નવ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, ઈન્ડીગોના શેર આજે સૌથી વધુ ૮.૨૨ ટકાના વધારા સાથે બંધ થયા. દરમિયાન, ટેક મહિન્દ્રાના શેર ૧.૪૫ ટકા ઘટ્યા.







































