યુનાઇટેડ સ્ટેટ્‌સ અને બ્રિટને શનિવારે યમનમાં હુતી બળવાખોરોની ૩૦થી વધુ જગ્યાઓ પર હુમલો કર્યો. આ હુમલા ઈરાન સમર્થિત જૂથોને નષ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યા છે. પહેલા, અમેરિકાએ ઈરાક અને સીરિયામાં ઈરાની ચોકીઓ પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. જાકે, અમેરિકા અને ઈરાને હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જાર્ડનમાં ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકાએ આ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાએ પહેલાથી જ હુમલાને લઈને ચેતવણી જાહેર કરી દીધી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, સ્થાનિક સમય અનુસાર તેના દળોએ ઇરાક અને સીરિયામાં આઇઆરજીસી કુદ્‌સ ફોર્સ અને સંલગ્ન મિલિશિયા જૂથો પર હવાઈ હુમલા કર્યા હતા.
યુએસ સૈન્ય દળોએ ૮૫થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો હતો, જેમાં યુએસ તરફથી મોકલવામાં આવેલા લાંબા અંતરના બોમ્બર સહિત ઘણા વિમાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સેંટકોમે જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ એન્ડ કંટ્રોલ ઓપરેશન સેન્ટર્સ, ઇન્ટેલિજન્સ સેન્ટર્સ, રોકેટ અને મિસાઇલ અને માનવરહિત એરિયલ વ્હીકલ સ્ટોરેજ, મિલિશિયા જૂથોના લોજિસ્તીક્સ અને દારૂગોળો સપ્લાય ચેઇન સેન્ટર્સ અને તેમના આઇઆરજીસી પ્રાયોજકોનો સમાવેશ થાય છે.યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું હતું કે આ હુમલા સાત કેન્દ્રો પર કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ યુએસ સેના પર હુમલો કરવા માટે આઈઆરજીસી અને સહયોગી મિલિશિયા દ્વારા કરવામાં આવે છે.
આૅસ્તીને કહ્યું કે, અમારી પસંદગીના સમયે અને સ્થાનો પર હુમલા કરવામાં આવશે. અમે પશ્ચિમ એશિયા અથવા અન્ય કોઈ જગ્યાએ સંઘર્ષ નથી ઈચ્છતા, પરંતુ રાષ્ટ્રપતિ અને હું અમેરિકન દળો પરના હુમલાને સહન નહીં કરીએ. અમે અમેરિકા, અમારા દળો અને અમારા હિતોના રક્ષણ માટે કોઈપણ પગલાં લઈશું.