હરિયાણાના જાણીતા વકીલો પૈકી એક કરનાલના જીતેન્દ્ર પાલ સિંહ બેદીના જમાઈ, દિકરી અને સંબંધી અમેરિકામાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે સંદર્ભે અમેરિકન પોલીસ તપાસ કરી રહી છે. સામાજીક, રાજકારણીઓ અને અન્ય અગ્રણીઓ બેદી અને તેમના પરિવારને સાત્વના આપવા તેમના ગરે પહોંચી રહ્યા છે.
કરનાલના મોડેલ ટાઉન નિવાસી એડવોકેટ બેદીએ તેમની દિકરી ટીનાના ૨૫ વર્ષ પહેલા કરનાલમાં જ ધામધુમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ ટીના તેના પતિ સાથે અમેરિકા ગઈ હતી. કારણખે તેના પતિનો અમેરિકામાં મોટો બિઝનેસ હતો. એડવોકેટ બેદીના જમાઈ રાકેશ કમલ મુળ દિલ્હીના રહેવાસી છે. પરંતુ ૧૯૬૦ થી તેમનું આખુ કુટુંબ અમેરિકામાં રહે છે. ત્યાં જ રાકેશનો જન્મ થયો હતો.
બનાવની વિગત મુજબ એક વર્ષ પહેલા ટીના પોતાના પતિ અને દિકરી સાથે કરનાલમાં પોતાના પિતાને મળવા આવી હતી. હાલમાં બેદી અને તેમનો પરિવાર દિકરીને યાદ કરીને આંસુ સારી રહ્યો છે. ત્રણેયના અંતિમ સંસ્કાર અમેરિકામાં થશે. કરનાલના પુર્વ ધારાસભ્ય સુમિતા સિંહ, કોગ્રેસ નેતા ત્રિલોચન, નહરસિંહ સંધુ તથા અન્યોએ આ ઘટનાને ખુબ જ દુખદ ગણાવી છે.
એડવોકેટ બેદીના જમાઈ ૫૭ વર્ષીય રાકેશ કમલ ૫૪ વર્ષીય દિકરી અને ૧૮ વર્ષીય પૌત્રી એરિયાના અમેરિકાના મૈસાચુસેટ્‌સ રાજ્યમાં પોતાની પાંચ મિલીયન અમેરિકન ડોલરની કિંમતની હવેલીમાં રહેતા હતા. ગુરૂવારની સાંજે અંદાજે ૭.૩૦ વાગ્યે ત્રણેય હવેલીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક રાકેશના મૃતદેહ પાસેથી એક બંદૂક પણ મળી આવી છે. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે.
અહેલાવો મુજબ ડોવર મૈસાસુસેટ્‌સની રાજધાની બોસ્ટન શહેરથી લગભગ ૩૨ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. ટીના અને તેનો પતિ પહેલા એડુનોવા નામની એક બંધ થઈ ગયેલી શિક્ષા પ્રણાલી કંપની ચલાવતા હતા.. અમેરિકાના જીલ્લા એટર્નીએ આ ભયાનક ઘટનાને ઘરેલુ હિંસાના રૃપમાં વર્ણવી છે. એવું પણ કહેવાય છે કે આ પરિવાર આર્થિક તકલીફો વેઠી રહ્યો હતો.જીલ્લા એટર્નીના જણાવ્યા મુજબ બે દિવસ સુધી આ પરિવારનો કોઈ બહારની વ્યક્તિ સાથે કોઈ સંપર્ક ન હતો. તેમના એક સંબંધીને શંકા જતા તે તપાસ કરવા તેમના ઘરે ગયો હતો. જ્યાં તેણે ત્રણેયના મૃતદેહ ઘરમાં પડેલા જાયા હતા. બાદમાં તેણે પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી જે પુરાવા મળ્યા ચે તેનાથી કોઈ બહારની વ્યક્તિનો હાથ હોવાની શંકાના કોઈ સંકેત મળતા નથી.મૃતક રાકેશે આ હવેલી ૨૦૧૯માં ચાર મિલીયન ડોલરમાં ખરીદી હતી.આ હવેલીની અંદાજીત
કિંમત ૫.૪૫ મિલીયન છે. પરંતુ એક વર્ષ પહેલા તે ફોજદારીમાં ચાલી ગઈ હતી અને વિલ્સનડેલ એશોસિએટ એલએલસીને ત્રણ મિલીયન ડોલરમાં વેચવામાં આવી હતી. આ સંપત્તિ અંદાજે ૧૯ હદજાર વર્ગ ગજની સંપત્તિ ઠે. હવેલીમાં ૧૧ બેડરૂમ હોવાનું કહેવાય છે.