(એ.આર.એલ),વોશિગ્ટન,તા.૯
અમેરિકામાં આ દિવસોમાં આંફ દઝાડતી ગરમી પડી રહી છે. આ તરફ આમેરિકના કેટલાક ભાગોમાં તો જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. આ સ્થતિ વચ્ચે અમેરિકામાં કેલિફોર્નિયામાં ડેથ વેલી નેશનલ પાર્કમાં તાપમાન ૫૩.૩ ડિગ્રી સેલ્સયસ પર પહોંચી ગયું હતું. ભારે ગરમીના કારણે ડેથ વેલી પહોંચેલા એક પ્રવાસીનું મોત થયું હતું જ્યારે બીજાને હોસ્પટલમાં દાખલ કરવો પડ્યો હતો. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
પાર્ક મેનેજમેન્ટે એક નિવેદન જાહેર કર્યું હતું કે, બે પ્રવાસીઓ છ યુવાનોના જૂથનો ભાગ હતા જેઓ મોટરસાયકલ પર બેડવોટર બેસિન વિસ્તારમાંથી મુસાફરી કરી રહ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મૃતકની ઓળખ થઈ નથી. અન્ય મોટરસાયકલ સવારને ગંભીર હીટ સ્ટ્રોક સાથે લાસ વેગાસની હોસ્પટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે, જૂથના અન્ય ચાર સભ્યોને ઘટના સ્થળે સારવાર આપવામાં આવી હતી. પાર્કના અધિકારી માઈક રેનોલ્ડ્‌સે જણાવ્યું હતું કે, આટલી તીવ્ર ગરમીથી આરોગ્ય માટે જાખમ ઊભું થઈ શકે છે.
અમેરિકાના ઘણા ભાગોમાં આ વર્ષે ભારે તાપમાન જાવા મળી રહ્યું છે. હવામાન વિભાગે પહેલાથી જ મધ્ય અને પૂર્વ વિસ્તારોમાં રહેતા લોકોને ગરમીની લહેર માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. આ વખતે અમેરિકાના લોકો છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અમેરિકન અધિકારીઓએ પણ લોકોને ગરમીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવ્યું છે.