અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં પોતાને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જોહેર કરી શકે છે. મધ્યસત્ર ચૂંટણી વચ્ચે જ ટ્રમ્પ પોતાની ઉમેદવારી જોહેર કરીને ચોંકાવી શકે છે. અમેરિકી સંસદ પર હુમલાના કેસની સુનાવણી દરમિયાન ટ્રમ્પનું નામ વારંવાર ઉછળી રહ્યું છે. તેમની સામે ષડયંત્રના આરોપ છે એવામાં તેઓ આ માસ્ટરસ્ટ્રોક ખેલી શકે
છે.
હાલ તેમના સમર્થકોમાં ગજબનો ઉત્સાહ છે, જેનો તેઓ લાભ લેવા માગે છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પની ઉમેદવારીનો વિરોધ કરનારા પહેલેથી ચૂંટણી હારી ચૂક્યા છે અને ૮૦% રિપબ્લિકન્સ ટ્રમ્પનું સમર્થન કરી ચૂક્યા છે. તેમનો દાવો છે કે તેઓ ઉમેદવારી જોહેર કરશે ત્યારે તેમની ટીમને પણ તેનો અણસાર નહીં આવવા દે. સામાન્ય રીતે રાષ્ટ્રપતિની ચૂંટણીના ૧ વર્ષ અગાઉ ઉમેદવારો જોહેર થાય છે પણ ટ્રમ્પ ૨૦૨૪માં થનારી ચૂંટણીના ૨ વર્ષ પહેલાં ઉમેદવારી જોહેર કરીને પક્ષ પર પકડ વધુ મજબૂત બનાવવા ઇચ્છે છે.